લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વડોદરાની બેઠક ઉપરથી સતત ત્રીજી વખત હાલના સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરાતા વડોદરાની જનતાએ સોશિયલ મીડિયામાં તેમજ ભાજપના હોદેદારોએ જાહેરમાં નારાજગી દર્શાવી હતી. અને વડોદરામાં કોંગ્રેસ દ્વારા કોઈના ઈશારે સાંસદ વિરુદ્ધના પોસ્ટર લગાવતા ચર્ચાનો વિષય બન્યો હતો. તેવામાં હવે અંગત કારણોસર રંજનભટ્ટે ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા ગુજરાત ભાજપના રાજકારણમાં આવી કદાચ પ્રથમ ઘટના ઘટી હોય તેમ જણાય છે.