તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે કે, છેલ્લા કેટલાક દિવસથી મારી બદનામી થતા ગુરુ અવધૂતની આજ્ઞા સાથે આ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ પાછલા 10 વર્ષ સેવા કરવાની મને તક આપી તેમાં ખરી ઉતરી છું. હાલ મારા કાર્ય વિરુદ્ધ જુઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે પરંતુ ,ઓસ્ટ્રેલિયામાં મોલ તો દૂર શોપ પણ નથી . હવે ટિકિટ સમર્પિત કરી પક્ષ માટે સેવા કરવા મન બનાવ્યું છે. અને સ્ટ્રોંગ મહિલા હોવ આ નિર્ણયથી ખુશ છું . વડોદરાના લોકો પ્રધાનમંત્રી મોદી ને પ્રેમ કરે છે. મને વિશ્વાસ છે કે, કોઈ પણ ઉમેદવાર હોય સૌથી વધુ લીડથી જીતશે. જયારે કોંગ્રેસ પ્રમુખ પોતે મોદીને પ્રેમ કરે છે તો ભાજપ પક્ષમાં આવી સેવા આપવી જોઈએ. વડોદરાના વિકાસમાં મારા વિરોધીઓનું યોગદાન કેટલું તે પણ વિચારવું જોઈએ. મારી છબી ખરડાવવાનો પ્રયાસ થતા આ નિર્ણય માટે મારા પરિવારને અભિનંદન આપું છું. આ બાબતે પક્ષમાં કોઈને પણ જાણ કરી ન હતી. સાંસદ તરીકે સેવા થાય તેવું નથી કાર્યકર્તા તરીકે પણ સેવા થાય.