વલસાડના SP ડૉ કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વાપી DySP કચેરી ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ટ્રાન્સપોર્ટ એસોસીએશનના હોદ્દેદારો તથા ટ્રાન્સપોર્ટરો તથા ઈન્ડસ્ટ્રીયલ લીકર્સ યુઝર્સનાઓ સાથે જિલ્લામાં ગેરકાયદેસર દારૂ વહન રોકવા માટે તથા ગેરકાયદેસર રીતે ઈન્ડસ્ટ્રીયલ ઇથેનોલ/મિથેનોલ જેવા કેમીકલો તથા ગેરકાયદેસર રોકડ નાણાંની હેરફેર રોકવા માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટીંગમાં કુલ 50 જેટલા ટ્રાન્સપોર્ટ એસોસીએશનના સભ્યો તથા ટ્રાન્સપોર્ટરો તથા ઇન્ડસ્ટ્રીયલ લીકર્સ યુઝર્સ નાઓ હાજર રહ્યા હતા.