દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી -2024 યોજાવા જઈ રહી છે. જેથી તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવાર ઘોષિત કરવા અંગે ઉથલપાથલ સર્જાઈ છે. આ વચ્ચે ખાસ કરીને વડોદરા અને રાજકોટ બેઠક વિવાદના દાયરામાં આવતા ભાજપે રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લીધી છે. તેવામાં મુખ્યમંત્રીની પ્રધાનમંત્રી સાથેની મુલાકાત ચર્ચાનો વિષય બની છે. ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી નિર્દેશો પણ આપ્યા હોવાનું ચર્ચાય છે.