આપણા શરીરના મહત્વના ભાગોમાંનું એક છે આપણું બ્રેઇન એટલે મગજ. જ્યારે મગજમાં રહેતા જીન અને સેલ્સમાં ગરબડ થાય છે તો ઑટિઝ્મની બીમારી થઈ શકે છે.અનેક કારણો થકી બાળકોના મગજનો વિકાસ રૂંધાઈ શકે છે. એવામાં માતા-પિતાને બાળકોમાં ઑટિઝ્મના લક્ષણો વિશે ખબર હોવી જોઈએ. દર વર્ષે 2 એપ્રિલે, વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.