ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાત થયેલ છે મતદાર યાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કુલ 25,51,601 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 13,17,835 પુરુષ મતદારો અને 12,33,746 સ્ત્રી મતદારો છે. જે ઉમેદવારનું ભાવિ નક્કી કરવામાં મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવશે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 14 તાલુકા આવેલા છે. જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.