કચ્છમાં પણ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરષોતમ રૂપાલા સામે વિરોધની આગ ભડકી રહી છે,કચ્છના અંજાર તાલુકાના ખેડોઈ ગામમાં તો જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહિ આવે અને જાહેરમાં સમાજ સામે માફી નહિ માંગે ત્યાં સુધી ભાજપના કોઈ પણ ઉમેદવાર કે કાર્યકરો ચૂંટણી પ્રચાર કરવા માટે ગામમાં પ્રવેશ નહિ આપવાના નિર્ણય સાથે બેનર પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો,ગ્રામજનો દ્વારા ભાજપ પક્ષનો બહિષ્કારનું એલાન કરવમાં આવ્યું હતું.