લોકસભાની ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા લાગુ છે અને પોલીસ તથા તંત્રની ગેરકાયદે પ્રવૃત્તિ પર બાજનજર છે, ત્યારે કચ્છના રાપર તાલુકાના નાની હમીરપર ગામના દરબારગઢની ઓરડીમાં છુપાવેલ 8 લાખની કિંમતના દારૂનો જથ્થો મળી આવ્યો હતો સાથે જ પૂર્વ કચ્છ એલસીબીએ ડાભુંડાના શખ્સને ઝડપી લીધો હતો. રેઇડ દરમિયાન ગાંધીધામ રહેતો ઓરડી માલિક અને રાપરનો શખ્સ હાજર મળ્યા ન હતા.