ઉનાળાની ગરમીએ આકરું રોદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં આણંદ શહેર સહિત જિલ્લામાં 26 લોકો બેભાન થયાના કિસ્સા બનતાં 108ની ટીમ દ્વારા તમામ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાળઝાળ ગરમીના પગલે પેટ દુ:ખાવાના 24 , બેભાન થવાના 26 ,માથું દુ:ખાવા ના 1 , તાવના 7 અને ઉલ્ટી થવાના 17 સહિત 75 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે ચરોતરમાં ગત અઠવાડિયે ગરમીનો પારો 40 ડિગ્રી નજીક પહોંચતા આરોગ્ય વિભાગની ટીમો એલર્ટ મોડમાં આવી ગઇ હતી.