વણાકબોરી ડેમમાંથી 300 ક્યુસેક વધારો કરીને 3550 ક્યુસેક પાણી છોડવાનું શરૂ
ઉનાળાની ગરમીએ આખરી સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે વણાકબોરી ડેમમાંથી છોડવામાં આવતું પાણી અમદાવાદ શેઢી નદી, પરિએજ અને કનેવાલ તળાવમાં પાણીનું ભાષ્પીભવન થતાં સતત લેવલ ઘટી રહ્યું હોવાથી જળસંકટ ઉભું થવાની ભીંતી સેવાઇ રહી છે. જેના પગલે બે દિવસમાં 3250 ક્યુસેક બદલે 3550 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જેના પગલે અમદાવાદ શહેર, ભાલ પંથક સહિત સૌરાષ્ટ્રના 130 ગામોને પીવાનું પાણી પુરતા પ્રમાણ મળી રહેશે