તાઈવાનમાં ભીષણ ભૂકંપ વચ્ચે ગુજરાતના કચ્છની ધરતી પણ ધ્રુજી હતી,કચ્છમાં ગત મધરાતે 3:25 મિનિટે ભચાઉ તાલુકાના કડોલ નજીક 2.9ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો,જે બાદ આજે સવારે 9.12 મિનિટે એ જ વિસ્તારમાં 2.8ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયું છે.લગાતાર આવતા રહેતા આફ્ટર શોકના કારણે કચ્છમાં ધરા ધ્રુજવાનો સિલસિલો યથાવત રહ્યો છે.