કચ્છમાં વધી રહેલા અકસ્માતો વચ્ચે ગાંધીધામમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે,જેમાં માસુમ બાળકે જીવ ગુમાવ્યો હતો,કચ્છના ગાંધીધામ એસટી ડેપોની બહાર સર્વિસ રોડ પર એસટી બસે શ્રમજીવીના બાળકને અડફેટે લીધું હતું,આ અકસ્માતમાં બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું,બાળકના મોતથી શ્રમજીવી પરિવાર જનોમાં આક્રંદ છવાયો હતો.