કચ્છ વિસ્તાર ડ્રગ્સ માફિયાઓનું હબ બની રહ્યું છે,ત્યારે પોલીસની સતર્કતાતને કારણે મોટી માત્રામાં હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે,ભચાઉ-ગાંધીધામ હાઇવે પરથી ગાંધીધામના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે "નો ડ્રગસ ઈન ઇસ્ટ કચ્છ" કેમ્પેઇન અંતર્ગત 32 લાખની કિંમતનો 64.20 ગ્રામ હેરોઇન જથ્થો પકડી પડ્યો હતો,સાથે જ માદક પદાર્થ હેરોઇનની હેરાફેરીના ગુનામાં સિમરણજિતસિંઘને પકડી એન.ડી.પી.એસ એક્ટના ગુણ હેડળ વધુ તાપસ હાથ ધરી છે.