કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગને એક અગત્યના પ્રોજેકટ પર કામ કરવા માટે રૂપિયા 20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રોજેકટ હેઠળ બાયોસાયન્સ વિભાગ દ્વારા સંચાલિત સરદાર પટેલ યુનિવર્સિટીના બોટનીકલ ગાર્ડનમાં ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થવાના આરે પહોંચેલી અને ભવિષ્યમાં લુપ્ત થઈ શકે તેવી પ્રજાતિઓનું તેમના બોટનીકલ ગાર્ડનમાં ઉગાડીને સંવર્ધન કરવામાં આવશે અને પછી તેને ફરી ગુજરાતના જંગલોમાં ઉગાડવા માટેના પ્રયત્નો કરવામાં આવશે જેથી કરીને આ પ્રજાતિઓ નામશેષ ના થાય અને ફરીથી જંગલોમાં રોપીને તેનું સંરક્ષણ થઈ શકે