કચ્છમાં માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ગરમી જોર પકડતી જણાઇ હતી પણ એપ્રિલના આરંભ સાથે હાલ થોડી રાહત વર્તાઇ રહી છે.તેવામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે,કચ્છમાં સવારથી જ વાદળો છવાઇ જતાં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.અધિકત્તમ તાપમાનનો પારો પણ નીચો આવી રહ્યો છે,હવામાનમાં બદલાવ વચ્ચે માવઠાની કોઈ આગાહી નથી જે કદાચ રાહતના સમાચાર છે.