ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી ઝડપાયેલ 350 કરોડના ડ્રગ્સ મામલે એલસીબી અને એસઓજીએ વધુ એક શકમંદને આજે દબોચી લીધો હતો. બાતમી આધારે વેરાવળના દરિયામાં 20 નોટિકલ માઈલ દૂરથી આ શકમંદને ઝડપી પાડવામાં આવ્યો છે.એજન્સીઓ દ્વારા હાલ શકમંદની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શકમંદ કર્ણાટકનો હોવાની પ્રથામિક હકીકત છે ત્યારે ડ્રગ્સ કાંડમાં મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા પણ સેવાઈ રહી છે.