મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગ અને ક્રાફ્ટ હેઇન્ઝ કંપની વચ્ચે સમગ્ર ગુજરાતમાં કામગીરીના વિસ્તરણ માટે MoU કરવામાં આવ્યા હતા. વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઇન્ઝે કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નો અમદાવાદ ખાતે પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટેના સાનુકૂળ વાતાવરણની પ્રતીતિનું ઉદાહરણ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની શરૂઆત થકી વધુ એકવાર પ્રસ્થાપિત થયું છે.