લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનનાં દિવસે જાહેર રજા રહેશે. આગામી ૭ મેનાં રોજ જાહેર રજા રહેશે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપી છે. ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તો પણ મતદાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(બી)(૧) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે.