ચૈત્ર માસના પ્રારંભની અમાસથી ચૈત્ર માસ સુધી 30 દિવસ સુઘી ચાલનારી નર્મદા પંચાકોષી પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા પરિક્રમા કરવા આવે છે. પહેલાં દીવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.