ગુજરાત 2036 ઓલમ્પિકની તૈયારી કરવા સજ્જ બન્યું છે. આગામી ત્રણ વર્ષમાં સરકારે રૂ.6 હજાર કરોડના ખર્ચે 236 એકર જગ્યામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે અમદાવાદમાં તૈયારી કરી રહેલી ગુજરાત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ત્રણ વર્ષમાં તૈયાર થવાની અપેક્ષા છે અને તે દેશમાં સૌથી મોટું સંકલિત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંકુલ બનવાનું છે.