રાજ્યમાં હવામાન વિભાગ તરફથી થયેલ વરસાદની આગાહી વચ્ચે આજે તાપમાનમાં વધારો નોંધાયો છે. સૌથી નીચું તાપમાન દ્વારકાનું 30 ડિગ્રી સેલ્સિયસ અને સૌથી ઊંચું તાપમાન રાજકોટનું 42.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે વડોદરામાં 40.4 ,સુરતમાં 36.4, અમદાવાદમાં 40.8 ડિગ્રી ગરમીનો પારો રહ્યો છે. તીવ્ર ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને વાતાનુંકુલિત ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે.