આંકલાવ તાલુકાના ભેટાસી બા-ભાગમાં રહેતા ખેડૂત ચંદ્રસિંહ લક્ષ્મણસિંહ પરમાર ના પત્નીનું અવસાન થતાં પિયરપક્ષ ગામડીની જમીનમાં તેનું નામ નિકળ્યું હતું. આ જમીન પચાવી પાડવા ગામડીના માથાભારે શખ્સ હારૂન દિવાને ખેડૂત ચંદ્રસિંહ પરમાર અને તેમના પુત્રને લઇ જઇ નડિયાદ ખાતે 15 દિવસ ગોંધી રાખ્યાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.