દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. લોકસભામાં ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચારેય ઝોનમાં સભા કરશે તેવું જાણવા મળ્યું છે. જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં કરે તેવી શક્યતા છે. સભાની સાથે રેલી, રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ વિવાદ સર્જાયો છે.