લોકસભા ચૂંટણીના પગલે ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ 26 બઠેક પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હજુ પણ કોંગ્રેસ ચાર બેઠક પર અને વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કરી શકી નથી. લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ હજુ પણ ચાર બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ ગૂંચવાઇ છે કે ઉમેદવાર કોને બનાવવો? ચારે બેઠક પર દાવેદારો તો મળી રહ્યા છે પરંતુ જૂથવાદના કારણે એક નામ પર સહમતી પાર્ટી કરી શકતી નથી. ગુજરાતમાં ચાર બેઠક રાજકોટ, અમદાવાદ પૂર્વ, નવસારી અને મહેસાણા બેઠકને લઇ કોંગ્રેસને મુરતિયા મળી રહ્યા નથી કે પછી અંદરખાને ચાલતી લડાઇના કારણે ઉમેદવાર પસંદ થઇ શક્યા નથી?