ઉમરેઠ તાલુકાના થામણાથી ખીજલપુર ગામ વચ્ચેથી પસાર થતી શેઢી નદી પર અઢી કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ બ્રિજ 5 મહિનામાં જ ક્ષતિગ્રસ્ત બન્યો છે. બ્રિજ ઉપર મસમોટી તિરાડો અને ખાડાઓ પડી જવા ઉપરાંત બંને સાઈડો બેસી ગઈ હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.