ઉનાળાની કાળઝાળ ગરમી આખા રાજયને દઝાડી રહી છે તેવામાં સિંચાઇના પાણીની માગમાં વધારો થયો છે. સિંચાઇના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે નર્મદા ડેમની મુખ્ય કેનાલમાં 21 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ હાલ 60 ટકા જેટલો ભરેલો છે હાલ 120.35 મીટર પર સપાટી છે એટલે 138.68 મીટર ની મહત્તમ સપાટી થી 18.33 મીટર નીચી સપાટી થઈ છે છતાં પણ આગામી સીઝનમાં ચોમાસુ નબળું જાય તો પણ નર્મદા રાજ્યના લોકોને પીવાનું પાણી અને સિંચાઈ માટે પૂરતું છે.