અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ નોંધાયેલ છેલ્લા 24 કલાકનું તાપમાન જારી કરાયું છે. જેમાં ભુજ, કંડલા ,રાજકોટ ,સુરેન્દ્રનગર ,અમદાવાદ ગાંધીનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવતાં શહેરો ભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. બપોરે અંગદઝાડતી ભીષણ ગરમીએ અકડામણ ઊભી કરી હતી. આજે સૌથી વધુ તાપમાન ૪૧.૭ ડિગ્રી રાજકોટ શહેરનું નોંધાયું છે.