આમ તો આણંદ જીલ્લો મહી નદીકાંઠા , દરીયાઈ કાંઠા ઉપરાંત હરિયાળી ધરાવતો વિસ્તાર છે. પરંતુ હાલમાં સમગ્ર જીલ્લામાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. હાલ ઉનાળાની સીઝનની શરૂઆત થતાં જ 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. જયારે લઘુત્તમ તાપમાન 24.2 નોંધાયું છે તાપમાનની જેથી જિલ્લામાં આ વર્ષે વધુ ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે. ઉનાળાના પ્રારંભે જ ધગધગતો તાપ શરૂ થતાં બપોરના સમયે હવે એસી અને પંખા ચાલુ કરવા પડે છે. છતાં પણ ગરમી લાગતી હોય છે અને તાપમાનમાં વધારો થતા એકાએક જ લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડ્યો છે.