નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા બીલીમોરા શહેર પાસેના જોડતો ઓવરબ્રિજ 2022ના ચોમાસામાં ભારે વરસાદ અને રેલને કારણે ક્ષતિગ્રત બન્યો હતો.બીલીમોરા આંતલિયા થઈ ઊંડાચ જતો કાવેરી નદી પરનો પુલ ક્ષત્રિગ્રસ્ત બનતા ટેકનિકલ સરવે બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા આ પુલના સ્ટ્રક્ચરલ રિસ્ટોરેશન માટે રૂ. 454.40 લાખ મંજૂર કરાયા છે. પણ હજુ સુધી પુલનું કામ પૂર્ણ ન થતા અસરગ્રસ્ત ગામના લોકોએ આજે બેનર સાથે ભાજપનો વિરોધ કર્યો હતો.