લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાતમાં જાણે કે પક્ષપલટાની મૌસમ પુરબહાર ખીલી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ, આપ સહિત કેટલાય અન્ય પક્ષોના નેતાઓ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે વિસનગરમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો છેડો ફાડી કેટલાય કાર્યકરો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. વિશાલ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં કાંસા.એન.એ સરપંચ, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, સામાજિક કાર્યકર સહિત 700 જેટલા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ કેસરિયો ધારણ કર્યો હતો.