કચ્છમાં હર્ષોઉલાસ સાથે ઇદની ઉજવણી કરવામાં આવી હતી ઈદની ઉજવણી અંતર્ગત અબડાસા તાલુકાના સુથરી બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા,અહીં દિવસભર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. દર વખતે તહેવારો કે, રજાના દિવસોએ કચ્છના માંડવી બીચ પર પ્રવાસીઓ ફરવા નીકળી પડતા હોય છે પરંતુ ઇદની ઉજવણીએ માંડવી બીચના બદલે અબડાસા તાલુકાના સુથરી સાગરકાંઠાના બીચ પર પ્રથમ પસંદગી ઉતારી હતી.