સોનું અમદાવાદ ખાતે 74,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. પરંતુ શુક્રવારે સેન્સેક્સ 793.25 પોઇન્ટ ઘટી 74,244.90ના લેવલે પહોંચ્યો તેની સરખામણીએ અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.300 ઉછળી રૂ.74,500ની નવી ઊંચી સપાટી પર પહોંચ્યું છે જ્યારે ચાંદીમાં ઝડપી રૂ.500ના ઉછાળા સાથે પ્રતિ કિલોગ્રામ રૂ.83,000 ઉપર બોલાવા લાગી છે. છેલ્લા દોઢ મહિનાથી જે ગતિએ સોના-ચાંદીમાં તેજી આવી છે તેને જોતા હવે રોકાણકારોએ સાવચેતી રાખવી જોઇએ