પાટણ નગરપાલિકા દ્વારા પાણી , સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને ગટર સેવાના વેરા બમણા કરવામાં આવ્યા છે ત્યારે ન શહેર કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી દ્વારા પાલિકામાં સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વેરા બમણા કરવા સામે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ શરુ કરતાં જ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સહિત 11 કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યાં હતા.