કપરાડામાં કપરાડાના માંડવા તડકેશ્વર મહાદેવ મંદિર નજીક ઘાટ ઉતરતી વખતે ચાલકે સ્ટેયરિંગથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી ગઇ હતી. જે બાદ તેમાં આગ ફાટી નીકળતા ફાયરની ટીમને જાણ કરાઇ હતી. સમય સુચકતા જોઇ ચાલક અને ક્લીનર ટ્રકમાંથી કૂદી પડતા તેઓ બચી ગયા હતા. ધરમપુર ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, ટ્રકમાં રાખેલ સરસામાન બળીને ખાક થઇ ગયો હતો.