કચ્છમાં વધતા જતા અધોગિક વિકાસને વગ આપવા રેલેવે કનેક્ટિવિટી સાથેની સુવિધા માટે અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે,કચ્છમાં વેસ્ટર્ન રેલ્વે દ્વારા અદાણી પોર્ટ મુન્દ્રા જવા માટેની માલગાડીઓ માટે રેલપાટાનું વિસ્તાર કરવા માટે ગાંધીધામ થી આદિપુર સ્થાપિત રેલપાટાની બંને બાજુ અન્ય નવા પાટા નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી હાલ બે ટ્રેકની જગ્યાએ બન્ને તરફ એક એક વધુ ટ્રેક આવતા ફોર ટ્રેક રેલ માર્ગ થઈ જશે. આદિપુરથી સામખિયાળી સુધી રેલવે ટ્રેકને ચાર માર્ગીય કરવાનું કાર્ય કરવામાં આવશે.