કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં આજે વધુ એક વખત ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. માંડવી તાલુકાના નાની ખાખર અને મોટી ખાખર ગામ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે. ગાબડું પડવાથી કેનાલના પાણી નજીકના ખેતરોમાં ઘુસી જતા વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે