લોકસભાની ચૂંટણી પહેલા આઇપીએસ અધિકારીઓની બદલી બઢતીને લઇને ગૃહ વિભાગે આદેશ કર્યાં છે. રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઇ છે. આ તરફ જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG બનાવાયા તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર બન્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.તરૂણ દુગ્ગલ મહેસાણાના નવા SP બનાવાયા.ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય SP બનાવાયા, પ્રેમવીર સિંહને સુરત રેન્જ IG બનાવાયા, ચિરાગ કોરડિયાને કચ્છ બોર્ડર રેન્જ IG બનાવાયા