છેલ્લાં 2થી 3 વર્ષમાં શહેરના 10થી 12 મોટા બિલ્ડર ગ્રૂપ પર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા તેમજ સર્ચ દરમિયાન પકડાયેલા દસ્તાવેજોની ચકાસણીમાંથી ઈન્કમટેક્સ વિભાગને મોટાપાયે રોકડમાં વ્યવહારો થયાનું જાણવા મળ્યું હતું. જે લોકોએ ફ્લેટ, બંગલો કે દુકાનો ખરીદવા રોકેડેથી જેટલું પેમેન્ટ કર્યું હતું તેની વિગતો કાઢી અનેક લોકોને કલમ 148 હેઠળ નોટિસ ફટકારી રોકડ ક્યાંથી લાવ્યા તેનો ખુલાસો મગાયો હોવાનું સપાટી પર આવ્યું છે.