દેશના ચૂંટણી પંચ દ્વારા મતદારોને તેમના ઉમેદવારના ગુનાહિત ઇતિહાસ અંગેની માહિતી પૂરી પાડવા માટે નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS એમ બંને પ્રકારના ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ડિવાઇસ પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન નાગરિકોને ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ (જો હોય તો) વિશે જાણવામાં મદદ કરે છે.આ એપ ચૂંટણીમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરી શકે છે. એપ્લિકેશન ઇસીઆઈની વેબસાઇટ અથવા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.