હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા વીતેલા 24 કલાક દરમિયાન ગરમીના પારા અંગેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં અમરેલી ,રાજકોટ, સુરેન્દ્રનગર ,મહુવા, કેશોદ, અમદાવાદ, વડનગર ખાતે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી જતા લોકો ગરમીમાં શેકાયા હતા. જ્યારે સૌથી વધુ તાપમાન વડોદરાનું 41.6 ડિગ્રી અને સૌથી નીચું તાપમાન કંડલાનું 33 ડિગ્રીનું નોંધાયું હતું.