કચ્છના ભુજમાં બસ સ્ટેશન પાસે ગત મોડીરાત્રે હુમલાની ઘટના સામે આવી છે,ભુજ બસ સ્ટેશન પાસે હથિયારો સાથે આવેલા ટોળાએ પાર્ક કરેલી સ્કોર્પિયો પર હુમલો કરતા એક યુવાનને ઇજાઓ થઇ હતી.અંગત અદાવતમાં કરવામાં આવેલ હુમલોના બનાવની જાણ થતા જ સ્થળ પર એ-ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સ્કોર્પિયોમાં તોડફોડ અને હુમલાના બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી છે.