રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ‘સંત સુરદાસ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો તમામ દિવ્યાંગ લોકો સુધી લાભ પહોંચાડવા માટે ગરીબી રેખા અને 0થી17 વર્ષ સુધીની વયમર્યાદાની બે શરતો નડતી હતી. આથી રાજ્ય સરકારે આ યોજનામાં સુધારો કરવા અને રાજ્યના તમામ દિવ્યાંગોને લાભ આપવા માટે 0થી 17 વર્ષ હોય અને બીપીએલ કાર્ડ ધરાવતા હોય તેમને જ યોજનાનો લાભ આપવાની શરત હટાવી દીધી છે. જેના પરિણામે હવે રાજ્યના તમામ દિવ્યાંગ લોકોને આ યોજનામાં દર મહિને રૂ. 1 હજાર તેમના બેન્ક ખાતાંમાં જમા થશે.