મકાન ખરીદવા માટે 7 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લેનાર વિજાપુરનો આધેડ વ્યાજના ચક્કરમાં ફસાતો ગયો હતો. અલગ અલગ વ્યાજખોરો પાસેથી 11.85 લાખ વ્યાજે લીધા બાદ કેટલાકને પૈસા પરત આપી દીધા તો કેટલાકને મૂડી કરતાં વધારે વ્યાજ આપ્યું હોવા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી આધેડે પોતાના ઘરમાં જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકે વ્યાજ અને રૂપિયાની ઉઘરાણી કરી ત્રાસ આપી રહેલા વકીલ સહિતના નવ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.