ફિઝિયોથેરાપિસ્ટ ડોકટરને ડેન્ટિસ્ટ કે આયુર્વેદિક ડોકટર સમકક્ષ ગણવાનો ગુજરાત હાઇકોર્ટે સાફ ઇન્કાર કરી દીધો હતો. 11 જેટલા ફિઝિયોથેરાપિસ્ટ-ફાર્માસિસ્ટ તરફથી કરાયેલી રિટ અરજીમાં તેઓને પણ કલાસ-૨ના ગેઝેટેડ ઓફિસર ગણવા દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, અગાઉ આયુર્વેદિક ડોકટરોને એલોપેથી ડોકટરો સમકક્ષ ગણવાનો નિર્ણય સુપ્રીમકોર્ટે રદ કર્યો હતો. આ તમામ પોસ્ટની કાર્યશૈલી અને ચિકિત્સા પધ્ધતિ અલગ-અલગ હોય છે ત્યારે તેમને એકસરખા ગણાવી શકાય નહી.