અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા વીતેલા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ નોંધાયેલ મહત્તમ તાપમાનના આંકડા જારી કરવામાં આવ્યા છે. જેમાં સૌથી ઊંચું તાપમાન અમરેલીનું 44 ડિગ્રી નોંધાયું છે. જ્યારે દીવ ,વેરાવળ ,દ્વારકા, ગીર સોમનાથને બાદ કરતા ભુજ, કંડલા, ભાવનગર ,રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ ,અમદાવાદ ,ડીસા, ગાંધીનગર, વડોદરા, સુરત શહેર ભઠ્ઠીમાં ફેરવાતા લોકો શેકાયા હતા