આજે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના પ્રચારના શ્રીગણેશ થયા છે. અમિત શાહ આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં ગાંધીનગર લોકસભામાં રેલી યોજી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પિતાના લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ પણ જોડાયા છે અમદાવાદ શહેર ખાતેની સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા તથા વેજલપુર વિધાનસભા ખાતે રોડ-શો નું આયોજન છે