નર્મદા જિલ્લાના રામપુરાના કીડી મકોડી ઘાટથી ઉત્તરવાહની નર્મદા પરિક્રમા પગપાળા શરૂ થાય છે.રામપુરા ખાતે ત્યાંથી પરિક્રમા ચાલુ થાય અને ત્યાં પુરી થતી હોવાથી ભક્તો આ કીડી મકોડી ઘાટ પર નર્મદા સ્નાન થાય એવી ઈચ્છા રાખતા હોય છે. આ ઘાટ પર વધુ ઊંડાઈ અને મગરનો ભય હોવાથી તંત્ર દ્વારા ભક્તોને સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે. ભક્તોની લાગણી અને માંગણીને જોઈ જય ભોલે ગ્રુપના સભ્યોએ નર્મદા સ્નાન માટેનો પોઇન્ટ ઉભો કર્યો છે.