ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહએ ઉમેદવારી નોંધાવી છે. અમિત શાહ અમદાવાદથી સીધા જ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચવાના હોય પ્રોટોકોલ મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો .