કચ્છ પોલીસની કામગીરી ઉમદા રહી છે,ત્યારે કચ્છના રાપર પોલીસ ઈન્સ્પેક્ટરને ડીજીપીના હસ્તે આધુનિક તકનીકના ઉપયોગથી ડીટેક્શન માટે ઈ-કોપ એવોર્ડ આપવામાં આવ્યો છે જે કચ્છ સાથે કચ્છ પોલીસબેડાં માટે ગૌરવની ક્ષણ છે.રાપરના પોલીસ ઈન્સ્પેક્ટર જેબી બુબડીયાએ વાહન ચોરી,ઘરફોડ ચોરી સહીત પોક્સોના કેસમાં આધુનિક ટેક્નોલોજીથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પડાવમાં સફળતા મેળવી હતી.