પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજના લોકોએ વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ અકબંધ જાળવી રાખી છે. ચૈત્ર સુદ અગીયારસના દિવસે સંઘપતિ શ્રી રાજકાવાડા જીલ્લા મોઢ મોદી જ્ઞાતિ સમાજ પાટણ દવારા આયોજીત સંઘ રાજકાવડા માં આવેલ રૂપામા મંદિર ખાતે પૂજાવિધિ કરી યાત્રાધામ બહુચરાજી ધામ ખાતે જવા વાજતે ગાજતે ધજા સાથે પ્રસ્થાન થયો હતો.